Thursday, August 25, 2011


મોહબ્બત કી શમા જલા કે તો દેખો

ઝરા દિલ કી દુનિયા સજા કે તો દેખો

તુમ્હે હો ના જાયે મોહબ્બત તો કેહના

જરા હમસે નઝરે મિલા કર તો દેખો

કુછ રિસ્તે અનજાને મેં હી હો જાતે હે

પેહલે દિલ ફિર ઝીંદગી સે જુડ જાતે હે

કહેતે હે ઉસ દૌર કો પ્યાર

જીસ મેં લોગ ઝીંદગી સે ભી પ્યારે હો જાતે હે

રાત કી ચાંદની ને દીદાર નહી કિયા

હમારે દિલ પર કીસીને ઐતબાર નહી કિયા

હંમે ભી ઉનસે મોહબ્બત હુઈ

જીન્હોને હમસે કભી સચ્ચા પ્યાર નહી કિયા


ધરતી પે ઈશ્વર કી તલાસ હે


માલીક તેરા બંદા કિતના નિરાશ હે

કયું ખોજતા હે ઇન્સાન ઈશ્વર કો


જબકી આપકે દુસરે રૂપ મેં માં-બાપ ઉસકે ઇતને પાસ હે





Wednesday, August 17, 2011



સાથ છૂટીયો એમનો પછી તો કોઇ સથવારા જ ના મલીયા,,,

મારી જીંદગી ને કોઇ રાહબાર ના મલીયા,,

હુ છુ તારી સાથે એવુ તો બધા કહે છે.,,

પન અફસોસ,, તમે છો અમારા એવુ કહેનારા ના મલીયા...!!!!

Tuesday, August 16, 2011


કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને


અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને

કોઈ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને


વફા કા નામ ના લો યારો
વફા દિલ કો દુખાતી હૈ
વફા કા નામ લેતે હી,
હંમે એક બેવફા કી યાદ આતી હૈ


મેરી ચાહત ને ઉસે ખુસી દે દી
બદલે મેં ઉસને મુજે ખામોશી દે દી
ખુદા સે દુઆ માંગી મરને કી
લેકિન ઉસને ભી તડપને કે લીયે ઝીંદગી દે દી


માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે,

ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ
જતો નથી.


અમારી ભૂલો ને માફ કરતા રેહજો,

જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
...કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…


કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી..


મન ગમતા નામ ને ઉમર ના હોય,
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મૌસમ ને જોઇ ને ફૂલ ના ખીલે,
ફૂલ ને ખીલવવા થી મૌસમ બદલાય છે.


જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું,
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ?


પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…..


સાચુ બોલવાનો ફાયદો એ છે
કે પછી આપણે શું બોલ્યા તે યાદ રાખવું પડતું નથી


કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,
બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..


પ્રેમ માં કોઈ ની પરીક્ષા ના લેશો

જે નિભાવી ના શકો એવી શરત ના કરશો,
જેને તમારા વગર જીવવા ની આદત જ નથી

તેને વધુ જીવવા ની દુવા ના આપશો..


સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..


સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે.
માત્ર આપણે તેની હાજરીની નોંધ લેતા હોતા નથી.


ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે

ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે.
પણ આપણે મોટાભાગે
બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોતા રહેતા હોય છે.


બાળક રસ્તામાં અને
જાહેરમાં એ જ બોલતું હોય છે જે એનાં મા અને બાપ ઘરમાં બોલતાં હોય છે.


જે તમને ગમે છે એની
સામે બને તો ઓછુ બોલો
કારણકે જે તમારા મૌનને ના સમજી શકે

...તમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે


ચાંદ ની તો દરેક લોકો ચાહે છે,
ક્યારેક સૂરજ ની પણ ચાહવા ની કોશીશ તો કેરી જુઓ,
સુખ તો દરેક લોકો માંગે છે,
ક્યારેક દુખ માંગવા ની કોશીશ તો કરી જુઓ..


જિંદગી ના અનુભવો કેહતા હતા કે,
જિંદગી ચીજ સાવ નીરસ અને નાની છે,
પણ જયારે થઇ મુલાકાત તમારી તો,
સમજાયું ક જિંદગી તો બહુ મજા ની છે….


અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.


જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
કે જેનો ચહેરો સદાય હસતો હોય છે


આ જિંદગી આમ જુઓ તો અમારી છે
પણ એમા થોડી મહેરબાની તમારી છે
ભલે ને ઉગી તમારા હાથમાં એ રેખાઓ
પણ એમા કિસ્મત લખેલી અમારી છે


જિગરના ટુકડાઓને વિણવા નિકળ્યોછુ
નાજાણે કોના પ્રેમને શોધવા નિકળ્યોછુ
રાતના અંધારામા દિવો લઇને નિકળ્યોછુ
પ્રેમના નગરમા પ્રેમને શોધવા નિકળ્યોછુ


ના તને ખબર પડી ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી
કારણમાં કઇ નહીં બે આંખ લડી
હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી


જિંદગી ભર યાદો ના જામ પીધા છે,
હર યાદો માં તમારા નામ લીધા છે,
તમે કહો છો ભૂલી જજો અમને, પણ
અમે તો અમારા શ્વાસ તમારે નામ કીધા છે……


ના નીકળ્યું આંખમાંથી આંસું
વફા એ લાજ રાખી
દવાની ગઇ અસર છતાં,
દુઆ એ લાજ રાખી.


કાંટો સે દામન ઉલજાના મેરી આદત હૈ,
દિલ મેં પરાયા દર્દ બસાના મેરી આદત હૈ,
જિન કો દુનિયયા ને ઠુકરાયા હૈ,
ઐસે લોકો કો અપનાના મેરી આદત હૈ.



રૂઢ જાતે હે વો તો મનાના પડતા હૈ
હદ સે જ્યાદા પ્યાર જતાના પડતા હૈ
ઉનકો યાદ કિયે બિના હમકો નીંદ નહી આતી
યે ઉનકો યાદ દિલાના પડતા હૈ..


રીસ્તે ઓર રાસ્તે કે બીચ એક અજીબ સંબંધ હે...
કભી રીસ્તે નિભાતે નિભાતે રાસ્તે ખો જાતે હૈ...
કભી રાસ્તો પે ચલતે ચલતે રીસ્તે બન જાતે હૈ....

આદમીની એ મુસીબત મોતથી પણ છે વિશેષ,
જિંદગી પોતાની જ્યારે પારકી થઈ જાય છે.

કોઈ એક દિનમાં સુખી થાતું હશે કોને ખબર,
મેં એ જોયું કંઈક એક દિનમાં દુ:ખી થઈ જાય છે.

પ્રેમ સાચો હોય તો સમય પણ રોકાઈ જાય છે,
 આકાશ લાખ ઊંચું હોય તો પણ ઝુકી જાય છે,
 
પ્રેમ માં દુનિયા લાખ બને અડચણ,



પણ હમસફર જો સાચો હોય તો ખુદા પણ ઝુકી જાય છે.. 







Tuesday, August 9, 2011


થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.


પ્રેમ માં એક ગોટો નીકળ્યો,
દરિયા કરતા મોટો નીકળ્યો,
આખી દુનિયા સાથે લડી લેત,
પણ શું કરે? પોતા નો જ સિક્કો ખોટો નીકળ્યો…


જિંદગી ના અનુભવો કેહતા હતા કે,
જિંદગી ચીજ સાવ નીરસ અને નાની છે,
પણ જયારે થઇ મુલાકાત તમારી તો,
સમજાયું ક જિંદગી તો બહુ મજા ની છે


જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!


ના જાણે આજે કેમ મન મૂંજાય છે,
દરેક જગ્યા એ ખોટ તમારી વર્તાય છે,
કારણ શોધવા ઘણા પ્રયત્નો કર્યા,
પણ એમાં વળી નવી મૂંઝવણ ઉભી થાય છે…


આ દિલ સાથે રમવા નો પ્રયત્ન ના કર,
એમાં જખમ નો ગેહરો દાગ છે,
આ દિલ ને છંછેડવા નો પ્રયત્ન ના કર,
હમદમ બરફ માં પણ ઠંડી આગ છે….


ભીંજાયેલી આંખો ના આ મંઝર મળશે,
ઘર છોડી ને ના જાવ ક્યાય ઘર ના મળશે,
અશ્રુ ને કદી ઝાકળ બુંદ ના સમજો,
ચાહત નો આવો સમંદર ના મળશે…


ખારાશ મા પણ મીઠાસ છે,
નહીતર ખારા એવા મીઠા (નમક),
નું નામ મીઠું ના પડ્યું હોત !!


પ્રેમ મા સપના દેખાય બહુ છે,
તે રાત મા અમને જગાડે બહુ છે,
હું આંખો મા કાજળ લગાઉં તો કેમ,
આ આંખો ને લોકો રડાવે બહુ છે…..


ક્યાંક મળે તો કેહ્જો એમને,
દરરોજ છબી એમની નિહાળી રહ્યો છુ,
જિંદગી આમ તો મારી જ છે,
પણ યાદ મા એમની ખપાવી રહ્યો છુ….


તને ચાહવા માં કંઇક ખોઈ બેઠા,
હતા બે-એક અશ્રુ એને રોઈ બેઠા,
કર્યું વ્હાલ થી મેશ નું તે જ ટપકું,
અમે દાગ સમજી ને ધોઈ બેઠા….

તારી આંખો માં આજ ખોવાઈ જવાનું મન થાય છે,
તારી પલકો માં આજે રહી જવાનું મન થાય છે,
નીકળ્યું જો આંસુ તારા નયન માંથી.
તો આજ સરિતા બની જવાનું મન થાય છે,
રોજ મારું છું હું તારી એક જલક ની પ્યાસ માં,
કિન્તુ તારા એક સ્મિત માં આજ ફરી મરી જવાનું મન થાય છે,
નથી હું કવિ છતા આજ તારા પર કવિતા લખવાનું મન થાય છે,
આજ ફરી તારી આંખો માં ખોવાઈ જવાનું મન થાય છે.

Sunday, August 7, 2011


તમે જો બેસહારા હોવ તો,
કોઈ નો સહારો બનો,
સહારો તમને એમજ મળી જશે,
ડૂબતી નાવ ને પહોચાડી દો કિનારે,
...તમને કિનારો એમજ મળી જશે !!!!


સંબંધો ઍવા બનાવ જો કે,
જેમા શબ્દો ઓછા ની સમજ વધુ હોય,
વિવાદ ઓછા ને સંવાદ વધુ હોય,
...પુરાવા ઓછા ને પ્રેમ વધુ હોય..


જીવનમાં મુશ્કેલીઓ તો
અનેક હોય છે.પરંતુ,
તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
...કે જેનો ચહેરો સદાય હસતો હોય છે


ઓરડામાં એક ચિત્ર હોય તો પુરતું છે,
જીવનમાં એક મસ્ત મિત્ર હોય તો પુરતું છે,
...મિલાવેલો હાથ ભલે હોય સાવ મેલો,
દિલથી પ્રેમ પવિત્ર હોય તો પુરતું છે.


સમજાતું નથી એજ કે શું ગમે છે,
ખુશી ગમે છે કે ગમ ગમે છે,
પણ એક વાત તો ચોક્કસ છે દોસ્ત,
કે તારા સાથની હર એક પળ મને ગમે છે.


સાગરને કિનારે બેસી કોઈ રડતું હશે,
તમને યાદ કરીને કોઈ હસતું હશે,
જરા તમારા દિલ પર હાથ રાખી વિચારી તો જુઓ,
તમારા માટે પણ કોઈ જીંદગી જીવતું હશે.


સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા,
નાસમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા,
ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં,
એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા.


સમય ના બંધન ના કદી વહેણ નથી હોતા,
ખરી ગયેલા પાન કદી લીલા નથી હોતા,
કહે છે દુનીયા બીજો પ્રેમ કરી લે, પણ કોણ સમજાવે
એમને કે સાચા પ્રેમ ના "પુર્ણવિરામ" નથી હોતા..


શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.
રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ
...શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

મેં જીંદગીને પૂછયું તું શા માટે સહુને દર્દ આપે છે.??
જીંદગીએ હસીને જવાબ આપ્યો મેં તો આપી છે સહુને ખુશી,
પણ એકની ખુશી બીજાનું દર્દ બની જાય છે…

Monday, August 1, 2011


જે વ્યક્તિ ની યાદ તમને ખુશી ની પલો માં આવે ત્યારે
સમજવુ કે તમે તેને પ્રેમ કરો છો
ને જેની યાદ તમને દુઃખ માં આવે ત્યારે
સમજવુ કે તે તમને પ્રેમ કરે છે.


દોસ્તો ની કમી અમે સારી રીતે જાણીયે છીએ
દુનિય ની ઉદાસી અમે સારી રીતે જાણીયે છીએ
આતો સાથ છે આપણા જેવા મિત્રો નો
એટલે તો હસિને જીવવાનું જાણીયે છીએ


કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને


અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને

કોઈ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને


રિશ્તે ને હર કદમ પે ઇમ્તિહાન લિયા
તન્હાઇ ને હર મોડ પર ધોખા દિયા
ઝીંદગી સે ફિર ભી શિકાયત નહી
ક્યોકી કિસ્મત ને જો આપ જૈસા દોસ્ત દિયા


અક્ષર નો સંગાથ લઇ ને,
ખુદ ની ગઝલ લખી રહ્યો છુ,
તારા દિલ મા શું છે નથી જાણતો છતા,
આપના પ્રેમ ના દીવા સ્વપ્નો જોઈ રહ્યો છુ…..


પ્રેમ માં એક ગોટો નીકળ્યો,
દરિયા કરતા મોટો નીકળ્યો,
આખી દુનિયા સાથે લડી લેત,
...પણ શું કરે? પોતા નો જ સિક્કો
ખોટો નીકળ્યો…