Tuesday, July 19, 2011

નથી થતી હવે મુલાકાતો પણ ખયાલોમાં તું રહી,
ન હતી મુક્કદરમાં પણ ગમે-અફસાનામાં તું રહી.

પૂછાયા જ્યારે વેધક સવાલો તો જુબાન ચુપ રહી,
આમ તો હતા જવાબો પણ તે સવાલોમાં તું રહી.
...
કરી ભુલવાની ઘણી કોશીશો પણ નાકામયાબ રહી,
આ યાદોની વણઝારોના હર એક ચહેરામાં તું રહી.

કરી દે માફ, ફરી આજ મંદીરમાં એજ ગુસ્તાખી કરી,
ન હતી તારી ઈજાજત, પણ હર ઈબાદતમાં તું રહી

No comments:

Post a Comment