આ રેશમી બંધન, બન્યું તારું મારું મન,
હૈયા ની સ્પંદન, કહે ઓ મારા સાજન,
આજ થી બન્યા તમે મારું જીવન,
આ સુરજ ની કિરણ કહે ચાંદની દર્પણ,
ચાંદી ની પાયલ કહે, ચૂડી ની ખણ-ખણ,
સોળે કળા શૃંગાર સજી બની આજ તું દુલ્હન,
પાનેતર ઓઢીને પહેર્યા હાથો માં કંગન,
મંગળસુત્ર થી સોહી ગયી તારી તો ગરદન,
સેથા માં સિંદૂર ભરી તને કરી દીધી પાવન,
કળી બની સુમન ખીલ્યું સપનાઓનું ગુલશન,
પ્રેમ તની પગથી પર પડ્યા તારા કદમ,
હર ઋતુ લાગે મને જાણે આજ તો સાવન,
તારા રંગ ની રંગત થી રંગી દે આ જોબન,
તારા સંગ ની વસંત માટે તરસે આ ઉપવન,
તારા પ્રેમ ની વર્ષા થી કરી દે તૃપ્ત આ તડપન,
ગુલાબ ની પાંખડીએ મહેકતું આ શયન,
વસમો લાગે ઇન્તેઝાર કહે સ્નેહ તરસ્યા નયન,
હૃદય ની જ્વાલા કહે જલ્દી થી થાય મિલન,
આજે અલગ લાગે છે મને આ ધરતી-ગગન,
મારા કાન માં ગુંજે છે તારા મધુર વચન,
તારા સ્પર્શ ના અહેસાસ થી સુંદર લાગે તન-મધુવન.