Monday, November 7, 2011



તું આવ જરા પાસે અને વાત કરી જો,


છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો.

આ ટ્રેનને ય અંતે તું જો ! થોભવું પડશે,


સ્ટેશન બનીને સાચી રજૂઆત કરી જો.


પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,

આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.


બારી જો ખૂલે તો જ આ આકાશ ઊઘડશે,

તું બહેરી દિવાલોને રજૂઆત કરી જો.


પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ

ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો...!!

No comments:

Post a Comment