Tuesday, September 27, 2011

શ્વાસ માં તમારા સુવાસ ફુલોની આવે છે,

તમે આવો ત્યારે પગલે પગલે બહાર આવે છે,

તમારી કઇ હરકત કઇ શરારત ને વખાણું,

તમારી દરેક અદા પર મને પ્યાર આવે છે,
...
જીદગી ની સફર માં જોયા છે મે ઘણાં જ ચહેરા,

પણ યાદ માત્ર એક તમારો જ ચહેરો આવે છે,

રહેવા દો વાત મિલન ની, અમને ખબર છે,

નસીબ માં અમારા ફક્ત ઇંન્તજાર આવે છે.

Thursday, September 22, 2011



આવે નહી સાગરમાં, ભરતી સાવ અમસ્તી,

જરૂર તમારી, કોઈક કિનારે તો હાજરી હશે...
કહી કહીને થાક્યો, કે નથી પીતો હું શરાબ,


કદાચ નજરના નશાની અસર આવી હશે,

ન કોઈ ગમ મૃગજળની પાછળ દોડવાનો,

જીવવા માટે, એક આભાસ પણ જરૂરી હશે.

બનાવે કોઈ યાદી, દૂનીયાભરના દિવાનાની,

તો યાદીમાં, અમારું નામ સહુંથી પહેલું હશે.

ન કહો કે, કાંઈ નથી મેળવ્યું ચાહતમાં અમે,

મારી એકલતા, તારી ચાહતની નિશાની હશે.

ન આવી કોઈ કામ, મારી આ દુઆ કે યાચના,

કદાચ તારા ખૂદા હોવાની આ સાબિતી હશે. ..


છૂપાવીને તમારી યાદનો મકરંદ રાખીશું

હૃદયના પુષ્પમાં એને સદા અકબંધ રાખીશું
જુદાઈ આપની અમને પળેપળ બાળશે ત્યારે


મિલન સ્વપ્નો મહીં માણી અગનને મંદ રાખીશું

તમારું મુખ નિરખવામાં ઉઘાડી રહી જતી આંખો

હવેથી એ છબી જોવા નયનને બંધ રાખીશું

કિતાબોમાં સુકાયેલા ફૂલો પર હાથ ફેરવતા

સ્મરણને પણ સહજ પંપાળવાનો છંદ રાખીશું

મળી જઈશું જો રાહોમાં તો આંખોથી અડી લઈશું

અછડતી છેડતીનો એટલો સંબંધ રાખીશું

Saturday, September 17, 2011

મા

પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી

અને

થોડી વૃધ્ધ પણ હોય છે

આપણામાં જયારે

સમજણ આવી જાય છે

ત્યારે કહીએ છીએ

“મા,તને કંઇ સમજણ પડતી નથી”
પછી મા કશું બોલતી નથી


ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને

પોતાના વા થી પીડાતા

પગને પંપાળ્યા કરે છે.

પછી એક દિવસ

મા મરી જાય છે

અને આપણે

બે હાથ જોડીને કહી પણ શકતા નથી

માફ કરી દેજે મા!!
ક્યારેક તો પ્રેમ માં વિરહ આવી જાય છે

ક્યારેક કોઈ લાચારી આવી જાય છે

એ વિરહ નું આવવું પણ જરૂરી છે

એ વિરહ જ તો અપને વધારે નજીક લાવે છે ..

Wednesday, September 14, 2011

સંધ્યા સમયે તને, હાથોની લકિરમાં ફંફોસુ છું,


જો નથી મલતા લકિરમાં તો નસીબને કોસું છું.
હું સ્વપ્ન થઈને તારા નયનને ઘર બનાવુ છું,


ન આવો તમે સપનામાં તો પાંપણ પલાળુ છું.

તારુ નામ લખી પથ્થર પર, હું સેતુ બનાવુ છું,


તારા દિલ સુધી પહોચવાનો રસ્તો બનાવુ છું.

તને આવે મારી યાદ, તેવી જડીબુટ્ટી સોધું છું,


વિખરાયેલા સબંધોને જોડવાની રીત સોધું છું.

મૃગજળ તરવા કાજે, હું એક નાવ બનાવુ છું,


તુંટલા હલેસાથી, મારી જીવન નૈયા ચલાવુ છું.

Tuesday, September 13, 2011

દરરોજ અડધા કલાકની,


વાતમાં દોસ્તી વધી ગઇ,

દોસ્ત તારી યાદમાં હવે તો,

લાગે કે રાત પણ વધી ગઇ.
હવે તો નાની ખુશી પણ લાગે છે મોટી,

આ પ્રેમ છે કે મારી આશ વધી ગઇ.

જ્યારે સમય આવ્યો છૂટા પડવાનો ત્યારે,

ભાન થઇ કે દોસ્તીની હદ વધી ગઇ.

ત્રણ-ત્રણ મહિનાની જુદાઇથી,

તારા મિલનની તડપ વધી ગઇ...
બદલાઇ છે દોસ્તી પ્રેમમાં?


કે પછી દોસ્તીની વ્યાખ્યા વધી ગઇ......

Monday, September 12, 2011


કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી.

Saturday, September 10, 2011

એક લમ્હા જો બાર બાર સતાતા હૈ,
ના જાને યે દિલ ક્યાં ચાહતા હૈ,
કાશ વોહ હોતે તો હમારી નઝરો કે સામને,
પર યે કાશ, કાશ હી રહે જાતા હૈ
સૌની ઝીંદગી માં કઈક ફર્ક હોય છે
જુકેલી નઝરો માં પણ કઈક અર્થ હોય છે
તફાવત હોય છે ફક્ત જોનાર ની નઝરો માં
બાકી હસતા ચહેરા પાછળ પણ કઈક દર્દ હોય છે.
આંસુ આ જાતે હે આંખો મેંપર લબો પર હસી લાની પડતી હૈ
યે મહોબ્બત ભી ક્યાં ચીઝ હે
જીસ્સે કરતે હે ઉસી સે છુપાની પડતી હે
તેના પ્રેમ માં દિલ મજબૂર થઇ ગયું,

દુ:ખ દેવું તેનો દસ્તૂર થઇ ગયું,

તેનો કોઈ વાંક નથી મેં પ્રેમ જ એટલો કર્યો,

કે એને એ વાત નું અભિમાન થઇ ગયું...
શું કરું વાત ચાંદની એતો આકાશ માં રહી ચમકે છે

અહી તેની યાદમાં મારું દિલ ધડકે છે

આજ તો સાચો પ્રેમ છે મિત્રો કે

ખાલી એનું નામ પડતા જ મારું મુખડું મલકે છે
પ્રેમી થી ભરેલી છે આ દુનિયા,

તને લાખો પ્રેમી મળશે દુનિયા માં,

પણ તારા દિલ ને તો પૂછ,

શું તને મારા જેવો પ્રેમી ક્યાય મળશે..??
મિલન માં મળે ખુશી તો મહેકાઇ જાઉં છું,

વિયોગ માં મળે ગમ તો બહેકાઇ જાઉં છું,

જ્યારે પણ એકાંત માં યાદ આવે તારી,

જમાના ને તો શું ખુદ ને પણ ભુલી જાઉં છું
તારી આંખો માં આજ ખોવાઈ જવાનું મન થાય છે,

તારી પલકો માં આજે રહી જવાનું મન થાય છે,

નીકળ્યું જો આંસુ તારા નયન માંથી.

તો આજ સરિતા બની જવાનું મન થાય છે,

રોજ મારું છું હું તારી એક જલક ની પ્યાસ માં,


કિન્તુ તારા એક સ્મિત માં આજ ફરી મરી જવાનું મન થાય છે,

નથી હું કવિ છતા આજ તારા પર કવિતા લખવાનું મન થાય છે,

આજ ફરી તારી આંખો માં ખોવાઈ જવાનું મન થાય છે.

ક્યારેક એમને મારો પ્રેમ સમજાઈ જશે,

ત્યારે હૃદય એનું મૂંઝાઈ જશે,

પછી શોધશે મને પૂરા સંસાર માં,

પણ ત્યાં સુધી માં મારું અસ્તિત્વ ખોવાઈ જશે....
કેહને કો સબ કુછ હે મગર કુછ કમી સી હે

લગતા હે ધડકન થમી સી હે,

મેરે પ્યાર કો થૂકરાને વાલે ઝારા આઈના તો દેખ

તેરી આંખો મેં ભી નમી સી હે
પ્રેમ સાચો હોય તો સમય પણ રોકાઈ જાય છે,

આકાશ લાખ ઊંચું હોય તો પણ ઝુકી જાય છે,

પ્રેમ માં દુનિયા લાખ બને અડચણ,

પણ હમસફર જો સાચો હોય તો ખુદા પણ ઝુકી જાય છે..
તેરે લૌટ આને કા "ઇન્તેઝાર" કરતા હું,

દેખ મૈ તુમસે કિતના "પ્યાર" કરતા હું,

મૈ બનતા હું કાગઝ પે તેરી તસ્વીર,

ફિર ઉસસે બાતે "હઝાર" કરતા હું,


આંસુ ના પ્રતિબિંબ પડે તે દર્પણ ક્યાં છે?

બોલ્યા વિના સમજે એ સગપણ ક્યાં છે?

લોકો કહે છે કે અમે પ્રેમ કરીએ છીએ,

પણ આંખો ની ભાષા સમજે એ પ્રેમી ક્યાં છે?

Friday, September 9, 2011

કેમ કહું હું તને ફરી પ્રેમ કરી બેઠો, 
તું નહિ તો તારી યાદ પર મરી બેઠો...
ફિતરત મારી કંઈક આવી બની ગઈ,
તારી કલ્પના સાથે સબંધ કરી બેઠો.... 
નથી હવે કોઈ નો મોહતાજ મારો પ્રેમ, 
મારી એક અલગ દુનિયા બનાવી બેઠો....
રણમાં પણ મને મળશે ગુલાબ તેની ખબર ન હતી.

હશે કાઈના દીલમાં આવી મોકળાશ તે ખબર ન હતી.

થશે તેમાં મિઠાશનો આવો વરસાદ તેની ખબર ન હતી.

મૃગજળની હશે મને પણ થોડી પ્યાસ ખબર ન હતી.

કબરમાં પણ આવશે તેની બસ યાદ તે ખબર ન હતી.
તેની ઝલક જોઈ અને હું ખુદ ને ભૂલી ગયો.

તેની અદા જોઈ મારી આદત ભૂલી ગયો.

એવો જાદુ કર્યો છે તેને.

તેની ચાહત માં દુનિયા ની ચાહત ભૂલી ગયો.
ક્યાંક આસપાસ અહી, મારો દોસ્ત હતો,

આ શહેર ને ક્યાં કોઈ, છેડો પણ હતો.

દિવસો, મહીના ને વરસો તો જતા હતા,


હે દોસ્ત, આજ પણ તારો અણસાર હતો.

જીવનનો કઠીન પથ, કાપવો બાકી હતો,

તારા અહેસાસનો સાથ, બસ હવે કાફી હતો.

સમયે પોતાનો ખેલ, કાંઈ એવો ખેલ્યો હતો,

વાંક તારો ન હતો, ને મારો પણ ન હતો.

અંતરે પણ સમયને, સાથ આપ્યો હતો,

આમ તો તું પાસ હતો, પણ ફાસલો હતો.

તારા ગયા પછી, હું સાવ એકલો હતો,

મારી મિલકતમાં, જુની યાદોનો કાફલો હતો.