Thursday, September 22, 2011



આવે નહી સાગરમાં, ભરતી સાવ અમસ્તી,

જરૂર તમારી, કોઈક કિનારે તો હાજરી હશે...
કહી કહીને થાક્યો, કે નથી પીતો હું શરાબ,


કદાચ નજરના નશાની અસર આવી હશે,

ન કોઈ ગમ મૃગજળની પાછળ દોડવાનો,

જીવવા માટે, એક આભાસ પણ જરૂરી હશે.

બનાવે કોઈ યાદી, દૂનીયાભરના દિવાનાની,

તો યાદીમાં, અમારું નામ સહુંથી પહેલું હશે.

ન કહો કે, કાંઈ નથી મેળવ્યું ચાહતમાં અમે,

મારી એકલતા, તારી ચાહતની નિશાની હશે.

ન આવી કોઈ કામ, મારી આ દુઆ કે યાચના,

કદાચ તારા ખૂદા હોવાની આ સાબિતી હશે. ..

No comments:

Post a Comment