Saturday, September 17, 2011

મા

પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી

અને

થોડી વૃધ્ધ પણ હોય છે

આપણામાં જયારે

સમજણ આવી જાય છે

ત્યારે કહીએ છીએ

“મા,તને કંઇ સમજણ પડતી નથી”
પછી મા કશું બોલતી નથી


ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને

પોતાના વા થી પીડાતા

પગને પંપાળ્યા કરે છે.

પછી એક દિવસ

મા મરી જાય છે

અને આપણે

બે હાથ જોડીને કહી પણ શકતા નથી

માફ કરી દેજે મા!!

No comments:

Post a Comment