Tuesday, November 15, 2011



ના વોહ ભૂલા શકે... નાં હમ ભૂલા શકે.. 


પ્યાર હોકર ભી નીભા ના શકે, 


ઝીંદગી ને ખેલ એ કૈસા ખેલા, 


ના વોહ જી શકે... ના હમ માર શકે.........


તારા થી દૂર થવું મને ફાવે તેમ ન હતુ,


અને મારી સાથે રહેવુ તને ફાવે એમ ન હતુ. 


હું તારી યાદ માં જીવુ છુ હર પળ... 


અને તુ મને ભૂલીને જ જીવી શકે છે. 


હું તારા વગર જીવી નહી શકું પણ 


તું મારી સાથે જીવી નહીં શકે 


આખરે મે નક્કી કર્યુ કે તારી સાથે જીવી ને તને હેરાન કરવુ 


એના કરતા તારા વગર જ મરવુ સારુ

Monday, November 7, 2011



મા" "મા" "મા"


બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો "મા",


સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો " ઓયમા "


સ્કૂલે જતા જતા રોજ કેહતો " બાઇ બાઇ મા '


મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો " આ તો મારી મા"


ભાઈ બેહનો ને જગડી ને કેહતો " મારી એકલાની મા "

કોલેજ થી ફરવા જવું હોય તો કેહતો " પ્લીઝ , મા "

પપ્પા ગુસ્સો કરે તો તુરંત કેહતો " જો ને, મા "

ફોરેન ગયો તો યાદ આવતી " હમેશાં તારી, મા"

સંસારિક મુંજવણ થી ઘેરાયો તો મનમાં કહ્યું " હવે શું થશે મા ?"

પણ તે હમેશાં હિંમત આપીને એમજ કહ્યું "ખમ્માં ખમ્માં "

આજે દિલ ખોલીને કેહવા માંગું છું "ઓરે મા "

ક્યારેય ભૂલથી પણ તારું દિલ દુખાવ્યુંહોય તો " માફ કરજે મા"

ઝીંદગી ની આખરી ખ્વાઈશ રેહશે કે દર જન્મ માં બને " તૂજ મારી મા "


કરીબ ઇતના રહો કે રીસ્તો મેં પ્યાર રહે, 


દૂર ઇતના રહો કે આને કા ઇન્તેઝાર રહે, 


રખો ઉમ્મીદ રિશ્તો કે દરમીયા ઇતની, 

કિ તૂટે ઉમ્મીદ મગર રીસ્તા બરકરાર રહે...


મુજ હૈયાંમાં મહોબતનાં આજ તોરણીયા બંધાયાં


નયનોથી સ્નેહ છલકાવતાં દિલમાં તેવો સમાયાં


યુગ યુગથી સાંચવેલ દિલ હવે નથી રહ્યુ અમારુ


કોયની પ્રીતનાં સોનરંગી રંગે ઍવા અમે રંગાયાં


તું આવ જરા પાસે અને વાત કરી જો,


છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો.

આ ટ્રેનને ય અંતે તું જો ! થોભવું પડશે,


સ્ટેશન બનીને સાચી રજૂઆત કરી જો.


પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,

આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.


બારી જો ખૂલે તો જ આ આકાશ ઊઘડશે,

તું બહેરી દિવાલોને રજૂઆત કરી જો.


પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ

ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો...!!


સમય પણ કેવી અજીબ પરિક્ષા કરે છે, 


એક ને દર્દ આપી બીજાની રક્ષા કરે છે, 


હૃદય ની જીદ તો જુવો ઝીંદગી માં, 


જે નથી મળવાનું તેની જ પરિક્ષા કરે છે....


હમારી હર અદા ક આઈના આપશે હૈ, 


હમારી હર મંઝીલ ક રાસ્તા આપશે હૈ, 


કભી ના દૂર હોના હમારી ઝીંદગી સે, 


હમારી હર ખુશી કા વાસ્તા આપસે હૈ...


સમય અને સમજણ નસીબદાર માણસો ને જ એક સાથે આવે છે, 


કારણ કે, 


સમય હોય ત્યારે સમજણ હોતી નથી, 


અમે સમજણ આવે ત્યારે સમય હોતો નથી.....


આ રેશમી બંધન, બન્યું તારું મારું મન, 


હૈયા ની સ્પંદન, કહે ઓ મારા સાજન, 


આજ થી બન્યા તમે મારું જીવન, 


આ સુરજ ની કિરણ કહે ચાંદની દર્પણ, 


ચાંદી ની પાયલ કહે, ચૂડી ની ખણ-ખણ, 


સોળે કળા શૃંગાર સજી બની આજ તું દુલ્હન,

પાનેતર ઓઢીને પહેર્યા હાથો માં કંગન,

મંગળસુત્ર થી સોહી ગયી તારી તો ગરદન,

સેથા માં સિંદૂર ભરી તને કરી દીધી પાવન,

કળી બની સુમન ખીલ્યું સપનાઓનું ગુલશન,

પ્રેમ તની પગથી પર પડ્યા તારા કદમ,

હર ઋતુ લાગે મને જાણે આજ તો સાવન,

તારા રંગ ની રંગત થી રંગી દે આ જોબન,

તારા સંગ ની વસંત માટે તરસે આ ઉપવન,

તારા પ્રેમ ની વર્ષા થી કરી દે તૃપ્ત આ તડપન,

ગુલાબ ની પાંખડીએ મહેકતું આ શયન,

વસમો લાગે ઇન્તેઝાર કહે સ્નેહ તરસ્યા નયન,

હૃદય ની જ્વાલા કહે જલ્દી થી થાય મિલન,

આજે અલગ લાગે છે મને આ ધરતી-ગગન,

મારા કાન માં ગુંજે છે તારા મધુર વચન,

તારા સ્પર્શ ના અહેસાસ થી સુંદર લાગે તન-મધુવન.


પ્રેમ માં કડી નિકટ આવવાની શરત નાં હોય, 


બીજ વાવ્યા પછી ફળ પ્રાપ્તિ તરત ના હોય, 


કોઈ કોઈ ને ચાહે છે એ વાત ગંભીર છે, 


પણ દોસ્ત સ્નેહ ના મિલન માં કોઈ રમત નાં હોય....


આજે આવે છે યાદ તારી ઘણી,


મનમાં જ ઘણો મુજાવ છું 


મળવા શું કરું હું ?



વિચારું છું સમીપ આવી,


તને કહું કાનમાં,

જીવ નથી ચાલતો,

તેનું શું કરું હું?


વિહવળ રસ્તામાં પણ તારી યાદ,

ખુબ સતાવે છે આજે

પત્થરો માં પણ દેખાય છે આજે તું,

બોલ પ્રિયે ,

હવે શું કરું હું?


આસમાની ચાંદની સમાન તારું મુખ જોવા

વટાવી સઘળી સીમા,

હાથ માં તારા હાથ પરોવી,

સંસાર સાગર તરવા બોલ, 


હવે શું કરું હું ?

Monday, October 31, 2011



સમય પણ કેવી અજીબ પરિક્ષા કરે છે, 


એક ને દર્દ આપી બીજાની રક્ષા કરે છે, 


હૃદય ની જીદ તો જુવો ઝીંદગી માં, 


જે નથી મળવાનું તેની જ પરિક્ષા કરે છે....


અપની ઝીંદગી કા અલગ ઉસુલ હૈ,


દોસ્ત કે ખાતિર તો કાંટે ભી કબૂલ હૈ, 


હંસ કે ચલ દૂ કાંચ કે ટુકડો પર, 


અગર દોસ્ત કહે યે મેરે બીછાયે ફૂલ હૈ....

Sunday, October 23, 2011



આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી

કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી

જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર

જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી

તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર


... કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી

બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર

કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી

માણી લે હર એક પળ તું આજે

આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી .


શું કહું તને કઈ સમજાતું નથી,

કહેવા ચાહું છું પણ કહેવાતું નથી,

છે બસ બે કદમ દૂર તું મારા થી,

પણ એટલું ય અંતર મારાથી કપાતું નથી....

Friday, October 21, 2011



મેં દુખ એટલુ તો સાચવી ને રાખ્યુ , કે હસતા હસતા રડી પડાયુ, દિલ ના દર્દ આમ પળભર માં બહાર આવશે તે નહોતી ખબર ,... બસ આ તો આમ જ હસતા હસતા રડી પડાયુ, જખમ તો સાચવી ને રાખ્યા હતા મેં, આખી જીંદગી ના ,પણ કોણ જાણે કેમ, આજે હસતા હસતા રડી પડાયુ. આંખ માં આંસુ પણ છે અને આંખ માં સપનુ પણ છે, બસ આજે તો હસતા હસતા રડી પડાયુ.

Thursday, October 20, 2011



દોસ્તો બતાવો શું કરું આમ કેમ થાય છે,

મારી ગલીમાં મારું જ ઘર કેમ ખોવાય છે?

કહ્યું હતું તમને કે નાજુક છે દિલ અમારું,


તમારી બસ એક નજરથી વિંધાઈ જાય છે.


ખબર છે નથી પાસે પણ મહેસુસ થાય છે,

કરું છું નયન બંધ તો કેમ તે દેખાય છે.


કરું તો છું હું કોશીશ ભુલવાની તેમને,

ન જાણે કેમ હરપળ યાદ આવી જાય છે.

Wednesday, October 19, 2011



તારી યાદ રડાવી જાયે છે, તો ક્યારેક હસાવી જાયે છે શાંત હૃદય માં તોફાન મચાવી જાયે છે 


........જયારે યાદ તારી આવે છે ... ભાર વસંત ને પણ પાનખર બનાવી જાયે છે... મેહફીલ ને પણ 


ક્યારેક સમશાન બનાવી જાયે છે... ........જયારે યાદ તારી આવે છે... ખુલી આંખે સપના બતાવી 


જાયે છે.. ને ક્યારેક આંખો માંથી નદિયોં વહાવી જાયે છે.. ......જયારે યાદ તારી આવે છે..

Thursday, October 13, 2011



પ્રેમના પાલવડે તારા જીવતો હતો હું,

તારા હોઠો પરની હસી જોઇ ખીલતો હતો હું.

.

આજે તને યાદ કરતા આંખે ભીનો થયો છું હું,

શું કરૂં તારી આંખોના મારણે જ મરવા ટેવાયેલો છું હું.

.

તારા પ્રેમના સાગરને વર્ણવા ઉર્મીઓની આવે છે આજે ભરતી એવી,

પણ આજે શબ્દોના અભાવે લાચાર બન્યો છું હું.

.

એમતો મૃત્યુંની રમત પછી લાશ બને છે દુનિયા આખી,

પણ તારી લાગણીઓના સાગરમાં જ ડુબી મર્યો છું હું.


જીવનમાં કાશ એવી એક રાત આવી જાય સમય પણ અમને બંનેને સાથે જોઈને ત્યાં જ થોભી જાય હુ 


ચૂપ રહુ તૂ પણ ચૂપ રહે કુદરત પણ આપણા પ્રેમ આગળ નમી જાય

Tuesday, September 27, 2011

શ્વાસ માં તમારા સુવાસ ફુલોની આવે છે,

તમે આવો ત્યારે પગલે પગલે બહાર આવે છે,

તમારી કઇ હરકત કઇ શરારત ને વખાણું,

તમારી દરેક અદા પર મને પ્યાર આવે છે,
...
જીદગી ની સફર માં જોયા છે મે ઘણાં જ ચહેરા,

પણ યાદ માત્ર એક તમારો જ ચહેરો આવે છે,

રહેવા દો વાત મિલન ની, અમને ખબર છે,

નસીબ માં અમારા ફક્ત ઇંન્તજાર આવે છે.

Thursday, September 22, 2011



આવે નહી સાગરમાં, ભરતી સાવ અમસ્તી,

જરૂર તમારી, કોઈક કિનારે તો હાજરી હશે...
કહી કહીને થાક્યો, કે નથી પીતો હું શરાબ,


કદાચ નજરના નશાની અસર આવી હશે,

ન કોઈ ગમ મૃગજળની પાછળ દોડવાનો,

જીવવા માટે, એક આભાસ પણ જરૂરી હશે.

બનાવે કોઈ યાદી, દૂનીયાભરના દિવાનાની,

તો યાદીમાં, અમારું નામ સહુંથી પહેલું હશે.

ન કહો કે, કાંઈ નથી મેળવ્યું ચાહતમાં અમે,

મારી એકલતા, તારી ચાહતની નિશાની હશે.

ન આવી કોઈ કામ, મારી આ દુઆ કે યાચના,

કદાચ તારા ખૂદા હોવાની આ સાબિતી હશે. ..


છૂપાવીને તમારી યાદનો મકરંદ રાખીશું

હૃદયના પુષ્પમાં એને સદા અકબંધ રાખીશું
જુદાઈ આપની અમને પળેપળ બાળશે ત્યારે


મિલન સ્વપ્નો મહીં માણી અગનને મંદ રાખીશું

તમારું મુખ નિરખવામાં ઉઘાડી રહી જતી આંખો

હવેથી એ છબી જોવા નયનને બંધ રાખીશું

કિતાબોમાં સુકાયેલા ફૂલો પર હાથ ફેરવતા

સ્મરણને પણ સહજ પંપાળવાનો છંદ રાખીશું

મળી જઈશું જો રાહોમાં તો આંખોથી અડી લઈશું

અછડતી છેડતીનો એટલો સંબંધ રાખીશું

Saturday, September 17, 2011

મા

પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી

અને

થોડી વૃધ્ધ પણ હોય છે

આપણામાં જયારે

સમજણ આવી જાય છે

ત્યારે કહીએ છીએ

“મા,તને કંઇ સમજણ પડતી નથી”
પછી મા કશું બોલતી નથી


ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને

પોતાના વા થી પીડાતા

પગને પંપાળ્યા કરે છે.

પછી એક દિવસ

મા મરી જાય છે

અને આપણે

બે હાથ જોડીને કહી પણ શકતા નથી

માફ કરી દેજે મા!!
ક્યારેક તો પ્રેમ માં વિરહ આવી જાય છે

ક્યારેક કોઈ લાચારી આવી જાય છે

એ વિરહ નું આવવું પણ જરૂરી છે

એ વિરહ જ તો અપને વધારે નજીક લાવે છે ..

Wednesday, September 14, 2011

સંધ્યા સમયે તને, હાથોની લકિરમાં ફંફોસુ છું,


જો નથી મલતા લકિરમાં તો નસીબને કોસું છું.
હું સ્વપ્ન થઈને તારા નયનને ઘર બનાવુ છું,


ન આવો તમે સપનામાં તો પાંપણ પલાળુ છું.

તારુ નામ લખી પથ્થર પર, હું સેતુ બનાવુ છું,


તારા દિલ સુધી પહોચવાનો રસ્તો બનાવુ છું.

તને આવે મારી યાદ, તેવી જડીબુટ્ટી સોધું છું,


વિખરાયેલા સબંધોને જોડવાની રીત સોધું છું.

મૃગજળ તરવા કાજે, હું એક નાવ બનાવુ છું,


તુંટલા હલેસાથી, મારી જીવન નૈયા ચલાવુ છું.

Tuesday, September 13, 2011

દરરોજ અડધા કલાકની,


વાતમાં દોસ્તી વધી ગઇ,

દોસ્ત તારી યાદમાં હવે તો,

લાગે કે રાત પણ વધી ગઇ.
હવે તો નાની ખુશી પણ લાગે છે મોટી,

આ પ્રેમ છે કે મારી આશ વધી ગઇ.

જ્યારે સમય આવ્યો છૂટા પડવાનો ત્યારે,

ભાન થઇ કે દોસ્તીની હદ વધી ગઇ.

ત્રણ-ત્રણ મહિનાની જુદાઇથી,

તારા મિલનની તડપ વધી ગઇ...
બદલાઇ છે દોસ્તી પ્રેમમાં?


કે પછી દોસ્તીની વ્યાખ્યા વધી ગઇ......

Monday, September 12, 2011


કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી.

Saturday, September 10, 2011

એક લમ્હા જો બાર બાર સતાતા હૈ,
ના જાને યે દિલ ક્યાં ચાહતા હૈ,
કાશ વોહ હોતે તો હમારી નઝરો કે સામને,
પર યે કાશ, કાશ હી રહે જાતા હૈ
સૌની ઝીંદગી માં કઈક ફર્ક હોય છે
જુકેલી નઝરો માં પણ કઈક અર્થ હોય છે
તફાવત હોય છે ફક્ત જોનાર ની નઝરો માં
બાકી હસતા ચહેરા પાછળ પણ કઈક દર્દ હોય છે.
આંસુ આ જાતે હે આંખો મેંપર લબો પર હસી લાની પડતી હૈ
યે મહોબ્બત ભી ક્યાં ચીઝ હે
જીસ્સે કરતે હે ઉસી સે છુપાની પડતી હે
તેના પ્રેમ માં દિલ મજબૂર થઇ ગયું,

દુ:ખ દેવું તેનો દસ્તૂર થઇ ગયું,

તેનો કોઈ વાંક નથી મેં પ્રેમ જ એટલો કર્યો,

કે એને એ વાત નું અભિમાન થઇ ગયું...
શું કરું વાત ચાંદની એતો આકાશ માં રહી ચમકે છે

અહી તેની યાદમાં મારું દિલ ધડકે છે

આજ તો સાચો પ્રેમ છે મિત્રો કે

ખાલી એનું નામ પડતા જ મારું મુખડું મલકે છે
પ્રેમી થી ભરેલી છે આ દુનિયા,

તને લાખો પ્રેમી મળશે દુનિયા માં,

પણ તારા દિલ ને તો પૂછ,

શું તને મારા જેવો પ્રેમી ક્યાય મળશે..??
મિલન માં મળે ખુશી તો મહેકાઇ જાઉં છું,

વિયોગ માં મળે ગમ તો બહેકાઇ જાઉં છું,

જ્યારે પણ એકાંત માં યાદ આવે તારી,

જમાના ને તો શું ખુદ ને પણ ભુલી જાઉં છું
તારી આંખો માં આજ ખોવાઈ જવાનું મન થાય છે,

તારી પલકો માં આજે રહી જવાનું મન થાય છે,

નીકળ્યું જો આંસુ તારા નયન માંથી.

તો આજ સરિતા બની જવાનું મન થાય છે,

રોજ મારું છું હું તારી એક જલક ની પ્યાસ માં,


કિન્તુ તારા એક સ્મિત માં આજ ફરી મરી જવાનું મન થાય છે,

નથી હું કવિ છતા આજ તારા પર કવિતા લખવાનું મન થાય છે,

આજ ફરી તારી આંખો માં ખોવાઈ જવાનું મન થાય છે.

ક્યારેક એમને મારો પ્રેમ સમજાઈ જશે,

ત્યારે હૃદય એનું મૂંઝાઈ જશે,

પછી શોધશે મને પૂરા સંસાર માં,

પણ ત્યાં સુધી માં મારું અસ્તિત્વ ખોવાઈ જશે....
કેહને કો સબ કુછ હે મગર કુછ કમી સી હે

લગતા હે ધડકન થમી સી હે,

મેરે પ્યાર કો થૂકરાને વાલે ઝારા આઈના તો દેખ

તેરી આંખો મેં ભી નમી સી હે
પ્રેમ સાચો હોય તો સમય પણ રોકાઈ જાય છે,

આકાશ લાખ ઊંચું હોય તો પણ ઝુકી જાય છે,

પ્રેમ માં દુનિયા લાખ બને અડચણ,

પણ હમસફર જો સાચો હોય તો ખુદા પણ ઝુકી જાય છે..
તેરે લૌટ આને કા "ઇન્તેઝાર" કરતા હું,

દેખ મૈ તુમસે કિતના "પ્યાર" કરતા હું,

મૈ બનતા હું કાગઝ પે તેરી તસ્વીર,

ફિર ઉસસે બાતે "હઝાર" કરતા હું,


આંસુ ના પ્રતિબિંબ પડે તે દર્પણ ક્યાં છે?

બોલ્યા વિના સમજે એ સગપણ ક્યાં છે?

લોકો કહે છે કે અમે પ્રેમ કરીએ છીએ,

પણ આંખો ની ભાષા સમજે એ પ્રેમી ક્યાં છે?

Friday, September 9, 2011

કેમ કહું હું તને ફરી પ્રેમ કરી બેઠો, 
તું નહિ તો તારી યાદ પર મરી બેઠો...
ફિતરત મારી કંઈક આવી બની ગઈ,
તારી કલ્પના સાથે સબંધ કરી બેઠો.... 
નથી હવે કોઈ નો મોહતાજ મારો પ્રેમ, 
મારી એક અલગ દુનિયા બનાવી બેઠો....
રણમાં પણ મને મળશે ગુલાબ તેની ખબર ન હતી.

હશે કાઈના દીલમાં આવી મોકળાશ તે ખબર ન હતી.

થશે તેમાં મિઠાશનો આવો વરસાદ તેની ખબર ન હતી.

મૃગજળની હશે મને પણ થોડી પ્યાસ ખબર ન હતી.

કબરમાં પણ આવશે તેની બસ યાદ તે ખબર ન હતી.
તેની ઝલક જોઈ અને હું ખુદ ને ભૂલી ગયો.

તેની અદા જોઈ મારી આદત ભૂલી ગયો.

એવો જાદુ કર્યો છે તેને.

તેની ચાહત માં દુનિયા ની ચાહત ભૂલી ગયો.
ક્યાંક આસપાસ અહી, મારો દોસ્ત હતો,

આ શહેર ને ક્યાં કોઈ, છેડો પણ હતો.

દિવસો, મહીના ને વરસો તો જતા હતા,


હે દોસ્ત, આજ પણ તારો અણસાર હતો.

જીવનનો કઠીન પથ, કાપવો બાકી હતો,

તારા અહેસાસનો સાથ, બસ હવે કાફી હતો.

સમયે પોતાનો ખેલ, કાંઈ એવો ખેલ્યો હતો,

વાંક તારો ન હતો, ને મારો પણ ન હતો.

અંતરે પણ સમયને, સાથ આપ્યો હતો,

આમ તો તું પાસ હતો, પણ ફાસલો હતો.

તારા ગયા પછી, હું સાવ એકલો હતો,

મારી મિલકતમાં, જુની યાદોનો કાફલો હતો.

Thursday, August 25, 2011


મોહબ્બત કી શમા જલા કે તો દેખો

ઝરા દિલ કી દુનિયા સજા કે તો દેખો

તુમ્હે હો ના જાયે મોહબ્બત તો કેહના

જરા હમસે નઝરે મિલા કર તો દેખો

કુછ રિસ્તે અનજાને મેં હી હો જાતે હે

પેહલે દિલ ફિર ઝીંદગી સે જુડ જાતે હે

કહેતે હે ઉસ દૌર કો પ્યાર

જીસ મેં લોગ ઝીંદગી સે ભી પ્યારે હો જાતે હે

રાત કી ચાંદની ને દીદાર નહી કિયા

હમારે દિલ પર કીસીને ઐતબાર નહી કિયા

હંમે ભી ઉનસે મોહબ્બત હુઈ

જીન્હોને હમસે કભી સચ્ચા પ્યાર નહી કિયા


ધરતી પે ઈશ્વર કી તલાસ હે


માલીક તેરા બંદા કિતના નિરાશ હે

કયું ખોજતા હે ઇન્સાન ઈશ્વર કો


જબકી આપકે દુસરે રૂપ મેં માં-બાપ ઉસકે ઇતને પાસ હે





Wednesday, August 17, 2011



સાથ છૂટીયો એમનો પછી તો કોઇ સથવારા જ ના મલીયા,,,

મારી જીંદગી ને કોઇ રાહબાર ના મલીયા,,

હુ છુ તારી સાથે એવુ તો બધા કહે છે.,,

પન અફસોસ,, તમે છો અમારા એવુ કહેનારા ના મલીયા...!!!!

Tuesday, August 16, 2011


કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને


અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને

કોઈ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને


વફા કા નામ ના લો યારો
વફા દિલ કો દુખાતી હૈ
વફા કા નામ લેતે હી,
હંમે એક બેવફા કી યાદ આતી હૈ


મેરી ચાહત ને ઉસે ખુસી દે દી
બદલે મેં ઉસને મુજે ખામોશી દે દી
ખુદા સે દુઆ માંગી મરને કી
લેકિન ઉસને ભી તડપને કે લીયે ઝીંદગી દે દી


માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે,

ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ
જતો નથી.


અમારી ભૂલો ને માફ કરતા રેહજો,

જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
...કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…


કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી..


મન ગમતા નામ ને ઉમર ના હોય,
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મૌસમ ને જોઇ ને ફૂલ ના ખીલે,
ફૂલ ને ખીલવવા થી મૌસમ બદલાય છે.


જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું,
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ?


પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…..


સાચુ બોલવાનો ફાયદો એ છે
કે પછી આપણે શું બોલ્યા તે યાદ રાખવું પડતું નથી


કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,
બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..


પ્રેમ માં કોઈ ની પરીક્ષા ના લેશો

જે નિભાવી ના શકો એવી શરત ના કરશો,
જેને તમારા વગર જીવવા ની આદત જ નથી

તેને વધુ જીવવા ની દુવા ના આપશો..


સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..


સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે.
માત્ર આપણે તેની હાજરીની નોંધ લેતા હોતા નથી.


ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે

ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે.
પણ આપણે મોટાભાગે
બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોતા રહેતા હોય છે.


બાળક રસ્તામાં અને
જાહેરમાં એ જ બોલતું હોય છે જે એનાં મા અને બાપ ઘરમાં બોલતાં હોય છે.